નવરાત્રીમાં ચણિયાચોળીની ઓનલાઈન ખરીદીમાં સાવધાન, સસ્તા ભાવની લાલચમાં સાયબર સ્કેમથી બચો
નવરાત્રી દરમિયાન સસ્તા ભાવે ચણિયાચોળીની ઓનલાઈન જાહેરાતો દ્વારા થતી છેતરપિંડીથી સાવધાન રહેવા અરવલ્લી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા મહત્વપૂર્ણ Cyber Crime Awareness સંદેશ આપવામાં આવ્યો.

અરવલ્લી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા નવરાત્રી દરમિયાન ઓનલાઈન ચણિયાચોળી ખરીદીમાં થતી છેતરપિંડી અંગે લોકો માટે મહત્વપૂર્ણ સાયબર અવેરનેસ સંદેશ આપવામાં આવ્યો છે.
નવરાત્રીની રોનક વચ્ચે સોશિયલ મીડિયા અથવા અન્ય વેબસાઇટ પર ખૂબ જ સસ્તા ભાવે ચણિયાચોળી મળતી હોવાના લોભામણા જાહેરીતો જોવા મળે છે. આવી જાહેરાતોના આધારે ઓનલાઈન ઓર્ડર કરતા પહેલા સાવચેતી રાખવી જરૂરી છે.
ચણિયાચોળી સ્કેમ કેવી રીતે થઈ શકે?
- સોશિયલ મીડિયા અથવા વેબસાઇટ પર ખૂબ જ સસ્તા ભાવે ચણિયાચોળીની જાહેરાતો જોવા મળે.
- ઓનલાઈન પેમેન્ટ માટે UPI અથવા બેંક ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવે.
- પેમેન્ટ કર્યા બાદ માલ મોકલવામાં ન આવે અથવા નકલી/હલકી ગુણવત્તાનો માલ મોકલવામાં આવે.
- ફરિયાદ કર્યા બાદ વેચનાર દ્વારા નંબર બ્લોક કરી દેવામાં આવે.
ઓનલાઈન ખરીદી વખતે કેવી રીતે બચવું?
- માત્ર વિશ્વસનીય અને જાણીતા ઓનલાઈન પ્લેટફોર્મ પરથી જ ખરીદી કરો.
- ખૂબ જ સસ્તા ભાવની લાલચમાં ન ફસાશો.
- પેમેન્ટ કરતા પહેલા પ્રોડક્ટ, સેલર અને રિવ્યૂ ચેક કરો.
- સંદિગ્ધ અથવા અજાણી લિંક પર ક્લિક ન કરો.
- જ્યાં શક્ય હોય ત્યાં Cash on Delivery (COD) વિકલ્પની પણ તપાસ કરો.
મહત્વપૂર્ણ: કોઈપણ ઓનલાઈન ઓફર સાચી છે કે નહીં તેની ખાતરી કર્યા વગર પેમેન્ટ કરવાનું ટાળો. સાયબર છેતરપિંડીથી બચવા માટે સાવચેત રહો અને સુરક્ષિત ઓનલાઈન ખરીદી કરો.
સ્રોત: સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, અરવલ્લી દ્વારા શેર કરાયેલ Cyber Crime Awareness પોસ્ટ.
