MODASA MEDIAModasa Media

ગુજરાત–રાજસ્થાન શામળાજી હાઈવે પર યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી પંચની નીતિઓ સામે કાર્યકર્તાઓનો વિરોધ, રસ્તા પર ઉતરી સૂત્રોચ્ચાર

ઘટના સ્થળના દ્રશ્યો

શામળાજી: ગુજરાત–રાજસ્થાન શામળાજી હાઈવે પર યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ચૂંટણી પંચને લગતા મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મુખ્ય ચૂંટણી કમિશનર તથા ચૂંટણી પંચની નીતિઓ સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓએ વિવિધ પોસ્ટરો અને કોંગ્રેસના ધ્વજ સાથે વિરોધ નોંધાવ્યો હતો. પોસ્ટરોમાં ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા સહિતના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા.

યુથ કોંગ્રેસના સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટ મુજબ, કાર્યકર્તાઓએ મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ અને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. પોસ્ટમાં આંદોલનને આગળ પણ ચાલુ રાખવાની વાત કરવામાં આવી છે.

📍 સ્થળ

ગુજરાત–રાજસ્થાન શામળાજી હાઈવે

Related Stories

WhatsApp
Scroll to Top